ભરૂચ : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જન અધિકાર બાઇક રેલી યોજાય...

શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં આવેલા નર્મદાના પૂરને માનવ સર્જિત કહેવા સાથે પૂર રાહતને મજાક રૂપ ગણાવી હતી.

New Update
ભરૂચ : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જન અધિકાર બાઇક રેલી યોજાય...
Advertisment

કોંગ્રેસ દ્વારા જન અધિકાર બાઇક રેલીનું ભવ્ય આયોજન

Advertisment

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત

સંગઠન મજબૂત બનાવી લોકસભાની બેઠક જીતવા હાકલ

કાર્યકર સંમેલન - પદયાત્રા યોજી તંત્રને આપ્યું આવેદન

લોકસભાની ચૂંટણીની કવાયતના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય થઈ છે, ત્યારે ભરૂચમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જન અધિકાર બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો હતો.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું ભરૂચ જિલ્લામાં આગમન થતાં કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ભરૂચની હોટલ ન્યાય મંદિર ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જન અધિકાર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગી અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. બાઇક રેલી ઝાડેશ્વરથી મકતમપુર રોડ થઈ શક્તિનાથ થઈ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાર્યકરોને લોકસભા બેઠક જીતવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓએ આહવાન કરવા સાથે સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં આવેલા નર્મદાના પૂરને માનવ સર્જિત કહેવા સાથે પૂર રાહતને મજાક રૂપ ગણાવી હતી. સંગઠન મજબૂત કરવા તેમજ લોકસભાની બેઠક જીતવાનો પ્રયાસ કરાશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું. આ સાથે જ રાહુલ ગાંધી અંગે ભાજપની નકારત્મકતાથી તેઓની ઈમેજ બળવત્તર બનશે તેમ કહી ગુજરાતની જનતા નકારાત્મક રાજકારણને સ્વીકારતી નથી તેવું પણ જણાવ્યુ હતું.

Advertisment

બાદમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામેના વિવિધ લોક સમસ્યા તેમજ મુદ્દાઓને લઈ એક પદયાત્રાનું પણ આયોજન કરી કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી, કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન, પ્રવક્તા નાઝુ ફડવાલા તેમજ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories