ભરૂચ : ભાજપ રમત-ગમત સમિતિ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધાનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના હસ્તે ઉદ્ઘાટન

રમશે ગુજરાત, જીતશે ગુજરાત” અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ રમત-ગમત સમિતિ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધા

New Update
ભરૂચ : ભાજપ રમત-ગમત સમિતિ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધાનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના હસ્તે ઉદ્ઘાટન

"રમશે ગુજરાત, જીતશે ગુજરાત" અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ રમત-ગમત સમિતિ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધાનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામમાં આવેલ કે.જી.એમ. વિદ્યાલયના પટાંગણમાં ભરૂચ જિલ્લા ભાજપ રમત-ગમત સમિતિ દ્વારા વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે આ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાંથી 20 જેટલી અલગ અલગ ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા. જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ. તાલુકા પંચાયત સભ્ય કૌશિક પટેલ અને સહ કન્વીનર પીન્કેશ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો હજાર રહ્યા હતા.

Latest Stories