Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય

છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે

X

ભરૂચ જીલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 15 થી વધુ કેસ આવી રહ્યા છે જેમાં ઝાડા ઉલટી અને ડી હાઇડ્રેશનના કેસ સૌથી વધુ હોય છે મે મહિનાના પ્રારંભમાં કમોસમી વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે.જે હજુ પણ ઊંચે જવાની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.વધતા જતા તાપમાન પગલે ભરૂચ શહેર જિલ્લામાં ડી હાઇડ્રેશન, ઝાડા ઉલટીના કેસમાં ઉછાળો આવ્યો છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજના 15થી વધુ કેસ આવી રહ્યા છે

Next Story