ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પરિવારજનો સાથે ભર્યું ઉમેદવારીપત્ર

ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો હતો.

New Update
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પરિવારજનો સાથે ભર્યું ઉમેદવારીપત્ર

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ગતરોજ ચૈતર વસાવાની જન આર્શીવાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આજરોજ ચૈતર વસાવાએ કલેકટર કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે તેમના પરિવારજનો ઉપરાંત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો હતો.ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો હતો

Latest Stories