ભરૂચ: કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં રોષ, રોગચાળો ફાટી નિકળવાની દહેશત

ભરૂચમાં પાલિકા દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે કેટલા વિસ્તારમાં પાણી ડહોળુ આવવાની બૂમો ઊઠી છે.

New Update
ભરૂચ: કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં રોષ, રોગચાળો ફાટી નિકળવાની દહેશત

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પીવાના પાણીમાં અળસિયા નીકળ્યા હોવાના આક્ષેપ સાથે કુંભારિયા ઢોળાવ વિસ્તારના રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો

ભરૂચમાં પાલિકા દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે કેટલા વિસ્તારમાં પાણી ડહોળુ આવવાની બૂમો ઊઠી છે. સાથે સાથે કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. પાલિકા દ્વારા તકેદારી ન રખાય હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા ઉપરાંત પાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાના રોષ પણ સ્થાનિકોએ કર્યા હતા.જો કે ઘટના અંગે નગરપાલિકાના વોટરપાર્ક વિભાગના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને જાણ થતા તેમણે તુરંત એક્શનમાં આવી વિસ્તારમાં જે પાઇપલાઇનમાંથી સપ્લાય અપાય છે તે કોઈ જગ્યાએથી તૂટી ગઈ છે કે કેમ અળશિયા પાણીમાં કેવી રીતે આવ્યા તે સહિતની વિગતો શોધવાની તેમ જ તાકીદે એનું નિરાકરણ લાવવાની કવાયત હાથ ધરી હતી.

Latest Stories