Connect Gujarat
ભરૂચ

ભરૂચ : માવાઘારીમાં મોંઘવારીનો માર, ચાંદની પડવાની ઉજવણી બનશે મોંઘી

શરદપુર્ણિમા અને ચાંદની પડવાના દિવસે ચંદ્રની શીતળ ચાંદનીમાં માવાઘારી આરોગવાનો મહિમા છે

X

શરદપુર્ણિમા અને ચાંદની પડવાના દિવસે ચંદ્રની શીતળ ચાંદનીમાં માવાઘારી આરોગવાનો મહિમા છે ત્યારે માવાઘારી બનાવવા માટે વપરાતી સામગ્રીના ભાવ વધી જતાં આ વર્ષે માવાઘારીની કિમંતમાં વધારો થયો છે.

ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ફાટાતળાવ રાણા સમાજની વાડીના લાભાર્થે 41 વર્ષ પહેલાં 40 કિલો ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો . ગુજરાતમાં માવાઘારીનો મહિમા ખૂબ જ અનેરો માનવામાં આવે છે. તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચંદી પડવાના પર્વે લોકો માવાઘારી લેવા ઘેલા બને છે. ભરૂચમાં વેચાતી માવાઘારીની વિશેષતા જોવામાં આવે તો તેને સૌરાષ્ટ્રથી આયાત કરવામાં આવતા ખાસ પ્રકારના ઘીમાંથી બનાવવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ સનત રાણાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે માવા, એલચી સહિતની સામગ્રીના ભાવમાં વધારો થયો હોવાથી માવાઘારીનો ભાવ વધારવામાં આવ્યો છે. દર વર્ષે અમારા સમાજ દ્વારા બનાવવામાં આવતી માવાઘારીની માંગમાં વધારો થઇ રહયો છે. સમાજના ૬૦ જેટલા કાર્યકરો પોતાનો સહકાર આપી સેવાકાર્ય આપે છે. રાણા સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ માવાઘારીના વેચાણમાંથી જે કંઈ બચત પ્રાપ્ત થાય છે. તેને જ્ઞાતિના ઉત્કર્ષ માટે ખર્ચવામાં આવે છે.મોંઘવારી અને કોરોના ને ભૂલી ભરૂચ ના ઉત્સવ પ્રિય લોકોમાં ચંદી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Next Story