/connect-gujarat/media/post_banners/f8d741f382a961197c2e05434ee7aeed5795258d2fd56d7082fb6115453f14a5.webp)
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર-કોલેજ સાંસ્કૃતિક સ્પર્ધા ગુંજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની કોલેજ ઓફ એગ્રીકલ્ચર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જે.પી. કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા આંતર-કોલેજ સાંસ્કૃતિક સ્પર્ધા ગુંજન-2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને NAUના ડીન ડો. તૈમૂર આર. અહલાવત તેમજ મુખ્ય મહેમાન પદે બોર્ડ સભ્ય ડૉ. જે.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજોના વિધાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી તેમની કલાનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે સદવિદ્યા મંડળના નિયામક જીવરાજ પટેલ, એકેડેમિક કાઉન્સિલના ડો. વી.આર.નાયક સહિત કોલેજના પ્રિન્સિપાલ અને પ્રધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.