Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મણિપુર ઘટનાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ દ્વારા વિરોધ દર્શાવાયો...

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ભરૂચ જિલ્લા યુનિટ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે અપાયેલ આવેદન પત્રમાં કસૂરવારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

X

મણિપુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ભરૂચ જિલ્લા યુનિટ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે અપાયેલ આવેદન પત્રમાં કસૂરવારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ચાલી રહેલી હિંસા રોકવાના સંદર્ભમાં, મહિલાઓ સાથે જઘન્ય કૃત્ય કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવા અને રાજ્યમાં માનવ અધિકારોનું રક્ષણ કરવાની માંગ સાથેઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ભરૂચ જિલ્લા યુનિટમાં પણ રોષ જોવા મળ્યો છે. મણિપુર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. રાજ્યમાં એક તરફ સામાન્ય જનતા સુરક્ષિત નથી. તો બીજી તરફ, મહિલાઓ ભયના છાયામાં પોતાનું જીવન જીવી રહી છે. મણિપુરમાં માનવ અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મણિપુર કેસમાં ગંભીર પગલાં લઈને માનવ અધિકાર પુનઃ સ્થાપિત કરવાની માંગ સાથે કસૂરવારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Next Story