Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચોમાસાનો પ્રારંભ થતાં જ સર્પદંશના કેસમાં વધારો, કોઈપણ ઈમરજન્સીને પહોચી વળવા 108 સજ્જ...

વરસાદની સિઝનમાં સરીશૃપો બહાર આવવાના કિસ્સા, શહેર-જીલ્લામાં સર્પદંશના કેસમાં પણ વધારો નોંધાયો.

X

હાલ વરસાદની સિઝનમાં ઝેરી જીવજંતુઓ સહિત સરીશૃપો બહાર આવવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે, ત્યારે ભરૂચ જીલ્લામાં સર્પદંશના કેસમાં પણ વધારો નોંધાયો છે. તેવામાં કોઈપણ ઈમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક ધોરણે જાણ કરવા 108 ઈમરજન્સીના પોગ્રામ મેનેજરે અપીલ કરી છે.

હાલ ચાલી રહેલ વરસાદની સિઝનમાં ઝેરી જીવજંતુઓ સહિત મોટા પ્રમાણમાં સરીશૃપો બહાર આવવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાંથી સર્પદંશના કેસમાં પણ વધારો નોંધાયો છે. તેવામાં 108 ઈમરજન્સી સેવાના તાલીમબદ્ધ ઇએમટી તથા પાયલોટ દરેક પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા 24 કલાક ખડેપગે રહેતા હોય છે.

108 એમ્બ્યુલન્સમાં તમામ સાધનો અને દવાઓનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે. કારણ કે, કોઈપણ ઈમરજન્સીની પરિસ્થિતિમાં દર્દીઓને યોગ્ય સારવાર આપી શકાય. વર્ષ 2021ના જુલાઈ માસથી જુન 2023 સુધીમાં ઝેરી જીવજંતુ કે, સાપ કરડવાના 317 જેટલા કેસ ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવામાં નોંધાય ચૂક્યા છે. જેમાં દર્દીઓને યોગ્ય સારવાર આપી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી ચૂક્યા છે.

હાલમાં વરસાદની સિઝનમાં ઝેરી જીવજંતુઓ કે, સાપ કરડવાના કેસ વધતા હોય છે. જેને અનુલક્ષીને 108 એમ્બ્યુલન્સમાં ASV એટલે કે, એન્ટી સ્નેક વેનોમ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેના થકી સર્પદંશના કોઈપણ દર્દીનો જીવ બચાવી શકાય છે. 108 ઇમરજન્સી સેવના ભરૂચના પોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે, વરસાદના સમયગાળા દરમિયાન લોકોએ વધુ પાણી ભરાયું હોય તે જગ્યાએ જવાનું ટાળવું, જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે ગમ બુટ, શૂઝ અને લાંબા પેન્ટ પહેરીને જ બહાર નીકળવું, જો રાત્રે બહાર નીકળવાનું થાય તો ટોર્ચ સાથે રાખવી, વરસાદની સિઝનમાં જમીન પર સૂવાનું ટાળવું, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરવા જતાં લોકોએ આ તમામ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તેમ છતાં પણ જો કોઈપણ ઈમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક ધોરણે 108 પર કોલ કરી જાણ કરવી જેથી વ્યક્તિનો જીવ બચાવી શકાય.

Next Story