ભરૂચ: IPLની મેચ પર સટ્ટો રમાડતા ઇસમની ધરપકડ, પાલિકાના પૂર્વ પ્રમુખનું પણ નામ ખુલ્યુ !

મોબાઈલ ફોન ઉપર અન્ય ઇસમો સાથે સટ્ટા બેટિંગનો જુગાર રમાડી રહ્યો છે.

New Update
ભરૂચ: IPLની મેચ પર સટ્ટો રમાડતા ઇસમની ધરપકડ, પાલિકાના પૂર્વ પ્રમુખનું પણ નામ ખુલ્યુ !

ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગાર અને હાલમાં ચાલતી ઇન્ડીયન પ્રીમીયર લીગ મેચો પર ચાલતા સટ્ટા બેટિંગને ડામવા આપેલ સૂચનાને આધારે ડી.વાય.એસ.પી,સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.યુ.ગડરીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રેલ્વે ગોદી રોડ ઉપર આવેલ રોશન ટેલર નામની દુકાનની પાસે એક પઠાણી કપડા પહેરેલ ઇસમ મોપેડ ઉપર બેસી આઈ.પી.એલ ક્રિકેટ મેચ ઉપર મુંબઇ ઇંડીયન્સ અને લખનઉ સુપર ઝાયન્ટ વચ્ચેની મેચમાં ચિઠ્ઠીઑ નાખી મોબાઈલ ફોન ઉપર અન્ય ઇસમો સાથે સટ્ટા બેટિંગનો જુગાર રમાડી રહ્યો છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 20 હજાર અને મોપેડ મળી કુલ 80 હજારથી વધુના મુદ્દામાલ સાથે કસકના જલારામ મંદીરની સામે માછીવાડમાં રહેતો સોહેલ વીરસિંગ રાણાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય સટ્ટોડિયા પાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રોયોસા ટ્રાવલ્સના સંચાલક જીજ્ઞેશભાઇ બ્રહ્મભટ્ટને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories