Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નબીપુરના આદિવાસી પરિવારોને સરકારી યોજનાનો લાભ નહીં મળતો હોવાનો આક્ષેપ...

નબીપુર પંથકના આદિવાસી ભાઈ-બહેનો દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, સરકારની યોજનાનો નબીપુરમાં આદિવાસી પરિવારોને લાભ મળતો નથી.

X

ભરૂચ જિલ્લાના નબીપુર ગામના આદિવાસી બાઈ-બહેનોએ ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી પંચાયત દ્વારા માળખાકીય સુવિધા તેમજ સરકારી યોજનાનો લાભ આપવામાં નહીં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.

ભરૂચના નબીપુર પંથકના આદિવાસી ભાઈ-બહેનો દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, સરકારની યોજનાનો નબીપુરમાં આદિવાસી પરિવારોને લાભ મળતો નથી. સરકારી યોજના હેઠળ પ્લોટ અને આવાસ માટે અરજી કરવા છતાં પણ ફાળવણી થતી નથી. જેમાં ગામના 60 ટકા આદિવાસીઓ બાકી છે. જે આદિવાસીઓને આવાસ મળે છે, તે ગામની બહાર ગામ પંચાયત દ્વારા આપવામાં આવે છે. જેનો 20થી 30 વર્ષ બાદ પણ વિકાસ ન થાય તેમ છે, ત્યારે આદિવાસી સમાજના પરિવારજનો દ્વારા હવે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story