જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સમગ્ર પર્વ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
જૈન ધર્મના લોકોનો મહત્વપૂર્ણ તહેવાર એટલે પર્યુષણ પર્વ.આ તહેવાર દુષ્ટ કાર્યોનો નાશ કરવાનો અને સત્ય - અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન મહાવીરના સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને સતત અને ખાસ કરીને પર્યુષણના દિવસોમાં આત્મગૌરવમાં લીન રહેવું જોઈએ. સદાચારના માર્ગ પર ચાલવું જોઈએ. શ્વેતામ્બર જૈન સમાજનું આઠ દિવસીય મહાપર્વ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચના જૈન દેરાસરોમાં પણ પર્યુષણ પર્વ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચમાં આવેલા શ્રીમાળી પોળ અને શક્તિનાથ સ્થિત આદિનાથ જિનાલયમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.