Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ પાલિકાના પ્રમુખ તરીકે જલ્પા પટેલ અને ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો...

આમોદ નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આમોદ પાલિકાના નવા પ્રમુખ તરીકે જલ્પા પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો

ભરૂચ : આમોદ પાલિકાના પ્રમુખ તરીકે જલ્પા પટેલ અને ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો...
X

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આમોદ પાલિકાના નવા પ્રમુખ તરીકે જલ્પા પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા કચેરી ખાતે નવા પ્રમુખ તરીકે મહેશ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ઉષા પટેલ અને કારોબારી ચેરમેન બીજલ ભરવાડની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતી હોય, જેથી તેઓએ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી તેમજ શહેર ભાજપના પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખા લિંબચીયા તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં આમોદ પાલિકાના નવા પ્રમુખ તરીકે જલ્પા પટેલ, ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડ તેમજ કારોબારી ચેરમેન તરીકે ગીતા પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે, ત્યારે આમોદ પાલિકાના નવ નિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનને પુષ્પગુચ્છ આપી તેમજ મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. નવ નિયુક્ત પ્રમુખ જલ્પા પટેલે નગરના વિકાસરૂપ કાર્યોમાં દરેકનો સાથ સહકાર મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેઓએ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story