/connect-gujarat/media/post_banners/cc73d736d24d328aa37db84b87b7d9bafbe1feac965d885610c953d3229d45c9.jpg)
ભરૂચ જિલ્લાના દયાદરા ગામ ખાતે દારૂલ ઉલૂમ નૂરે મુહમ્મદી ખાતે જલસા-એ-દસ્તાર બંદીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દારૂલ ઉલૂમમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના દયાદરા ગામે ઈસ્લામિક દીની સંસ્થા દારૂલ ઉલૂમ નૂરે મુહમ્મદી ખાતે ઇસ્લામી તાલીમાર્થીઓ વિવિધ અભ્યાસક્રમો હેઠળ તાલીમ લઈ રહ્યા છે. જેમાં દર વર્ષે તાલીમ મેળવનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ સાથે પદવી આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે વિવિધ અભ્યાસક્રમો હેઠળ 34 જેટલા તાલીમાર્થીઓએ પોતપોતાના અભ્યાસક્રમમાં તાલીમ મેળવી હતી. જેમાં 10 હાહેઝ, 10 કારી, 2 આલીમ, 2 ઇમામ અને 10 આલીમ ફાઝીલ હતા. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કિછોછવી શરીફના નૂરાની મિયા ઉપસ્થિત રહી તમામ ઉપાધિપ્રાપ્ત તાલીમાર્થીઓને દસ્તારબંધી સાથે માન્ય સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દારૂલ ઊલુમના સંચાલકો દ્વારા રાત્રે નાતશરીફનો કાર્યક્રમ પણ રખાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી.