Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર એસ.ટી.બસ ડેપોમાં વરસાદી પાણી ભરાતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં

ભરૂચના જંબુસર પંથકમાં ભારે વરસાદ વરસતા એસ.ટી.ડેપોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેના કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

X

હાલ સમગ્ર રાજયમાં વરસાદી માહોળા જોવા મળી રહયો છે ત્યારે ભરૂચના જંબુસર પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે જંબુસર એસ.ટી.ડેપોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

જંબુસરમાં વરસાદી માહોલ વચ્ચે એસ.ટી.બસ ડેપોમાં વારંવાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણની મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story