ભરૂચ : ભારે વરસાદ વરસતા જંબુસરના ગજેરા, કોરા, ટુંડજ ગામમાં ફરી વળ્યા પાણી, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો..!

જંબુસરમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા પાણી, ગજેરા, કોરા, ટુંડજ સહિતના ગામમાં વરસાદી પાણી ફર્યા.

New Update
ભરૂચ : ભારે વરસાદ વરસતા જંબુસરના ગજેરા, કોરા, ટુંડજ ગામમાં ફરી વળ્યા પાણી, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો..!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ભારે વરસાદ વરસતા ગજેરા ગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે જંબુસરના ગજેરા, કોરા અને ટુંડજ સહિતના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગજેરા ગામના માળી ફળીયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

અહી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે ગ્રામજનો સહિત વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ, ગ્રામજનોની આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Latest Stories