ભરૂચના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામે શ્વાનનો આંતક સામે આવ્યો છે.સ્કૂલ ના ત્રણ વિદ્યાર્થી પર શ્વાને હુમલો કરતાં વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામે શ્વાનનો આંતક જોવા મળ્યો હતો.ગામની સ્કૂલથી છૂટીને આવતા માસુમ બાળકોને શ્વાન કરડતા ગામમાં ભય અને આંતકનો માહોલ જોવા મળ્યો હતો. શ્વાનના હુમલામાં ખાનપુર ગામના 3 ભૂલકા અને બે પશુને ઇજા પહોંચી હતી.
પાંચ અને સાત વર્ષના માસુમોને કાન,માથા, કપાળ તેમજ આંખના ભાગે બચકા ભરતા ચહેરાના અંગો ક્ષતિ પામીને 20થી 22 ટાંકા આવ્યા હતાં.બાળકોને જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી બરોડા ખાતે વધુ સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતાં.