Connect Gujarat
ભરૂચ

Bharuch: Jambusar Municipality seizes 20 kg of plastic bags from traders selling them

X

જંબુસર નગર સેવા સદનની કાર્યવાહી

પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરતા વેપારીઓ પર કાર્યવાહી

પ્લાસ્ટિકનો 20 કિલો જથ્થો જપ્ત કરાયો

ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓ પાસેથી 20 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડનિય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

ભરૂચની જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્ટાફ સાથે નગરમાં પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓની દુકાને સરપ્રાઈઝ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં 120થી ઓછી માઇક્રોનના ઝભલા વેચાણ કરતા સાત વેપારીની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પાલિકા દ્વારા 20 કિલો જેટલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને વેપારીઓને 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓમાં ફાફડાટ વ્યાપ્યો હતો

Next Story