ભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કપડાની થેલીનું કરવામાં આવ્યુ વિતરણ

જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું હતું

New Update
ભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કપડાની થેલીનું કરવામાં આવ્યુ વિતરણ

ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું હતું અને તેમાંથી વધેલા કપડાનો સદ ઉપયોગ કરી કપડાની 2500થી વધુ બેગો બનાવી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટે તે હેતુથી અને લોકોમાં જાગૃત આવે તે માટે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લામાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે સાથે આ સંસ્થા દ્વારા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાંનો એક પ્રોજેક્ટ મુસ્કાન પ્રોજેક્ટ હેઠળ ભરૂચ શહેર અને જિલ્લામાં વિસ્તારોમાં ફરીને બિન ઉપયોગી કપડા હોય અને ઘરમાં વાપરી ન શકાતા હોય તેવા કપડાઓ એકત્ર કરી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યા હતા અને તેમાંથી વધેલા અન્ય કપડાઓનો સદ ઉપયોગ કરી શકાય તે હેતુથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનોએ રાત દિવસ મહેનત કરી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ચાલી રહેલા સીવણ તાલીમ ક્લાસમાં વધેલા કાપડાઓમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવી બેગો તૈયાર કરી હતી અને અંદાજે 2500 થી વધુ કાપડની થેલીઓ બનાવવામાં આવી છે.ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નીતિન માને તથા જિજ્ઞાસા ગોસ્વામી માનેની ઉપસ્થિતિમાં શાકભાજી બજાર શક્તિનાથમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન તરીકે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સ્થાનિક કોર્પોરેટર હેમાલીબેન રાણા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા સહિત સ્થાનિકોએ ઉપસ્થિત રહી સંસ્થાની બહેનોની હાજરીમાં શાકભાજી બજારમાં શક્તિનાથ દાંડિયા બજાર તુલસીધામ ધોળી કુઈ સહિતના વિવિધ શાકભાજી બજારમાં ખરીદી કરતી ગૃહિણીઓ અને ગ્રાહકોને વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગન કરવા માટે જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો

Latest Stories