ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વચ્છતા પખવાડિયાના સમાપન સમારોહનું આયોજન કરાયું

જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સમાપન સમારોહ યોજાયો.

New Update
ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વચ્છતા પખવાડિયાના સમાપન સમારોહનું આયોજન કરાયું

ભરૂચની જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શનિવારના રોજ સ્વચ્છતા પખવાડિયાના સમાપન સંદર્ભે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલ જન શિક્ષણ સંસ્થાન દ્વારા દર વર્ષે સ્વચ્છતા પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તા. ૧૫મી જુલાઇના રોજ યુવા કૌશલ્ય દિવસ સાથે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. BDMA બિઝનેશ હબ હોલ ખાતે શનિવારના રોજ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા પખવાડિયા સમાપન સમારોહના પ્રમુખ પદે રોટરી ક્લબ નર્મદાનગરી, ભરૂચ અને સી.એસ.આર. ફોરમના અધ્યક્ષ નિરમલસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. જન શિક્ષણ સંસ્થાના નિયામક જયનુલ આબેદીન સૈયદ દ્વારા જન શિક્ષણ સંસ્થાન દ્વારા કૌશલ્યલક્ષી તાલીમ સાથે સરકારના દિશા નિર્દેશો અનુસાર વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે તેની છણાવટ કરી યુવા કૌશલ્ય દિવસ સાથે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના હેતુ અર્થે અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.

Latest Stories