ભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકતા જીવદયા પ્રેમીઓ, લોકોના ટોળા ઉમટ્યા

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદી ઝાપટાના પગલે ઠંડક પ્રસરી રહી છે જમીન ઉપર વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલા જીવજંતુ બહાર નીકળી રહ્યા

New Update
ભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકતા જીવદયા પ્રેમીઓ, લોકોના ટોળા ઉમટ્યા

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદી ઝાપટાના પગલે ઠંડક પ્રસરી રહી છે જમીન ઉપર વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલા જીવજંતુ બહાર નીકળી રહ્યા છે. અને તેમાંય સરીસુબો બહાર નીકળતા લોકોને ડંખ મારવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સાત વર્ષે બાળકીનું મોત પણ થયું છે ત્યારે આજે પુનિત સોસાયટી નજીકથી ૬ ફૂટ લાંબો સાપ ઝડપી લેવાયો હતો.

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં વરસાદી માહોલમાં સાપ કરડી લેવાના કારણે ૭ વર્ષે માસુમ બાળકીનું મોત થયું હતું. જ્યારે વાલિયાના એક યુવકને ઝેરી સાપે ડંખ મારતા તેને સિવિલ હોસ્પિટલના તબીબોએ પાંચ દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું હતું. જેના પગલે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલના કારણે જમીનમાં રહેલા સરિસૃપો બહાર નીકળી રહ્યા છે. ભરૂચના સીવીલ હોસ્પિટલ થી કલેક્ટર કચેરી તરફ જવાના માર્ગ ઉપર આવેલ પુનીત સોસાયટી નજીકના ઝાડ ઉપર ૬થી ૭ ફૂટ લાંબો સાપ હોવાની જાણ મુકેશ વસાવાને થતા તેઓએ સ્થળ ઉપર દોડી આવી બે કલાકના રેસક્યુ બાદ સુરક્ષિત રીતે છ ફૂટ લાંબા ધામણ નામના સાપને ઝડપી લઇ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરી હતી સાંપના રેસ્ક્યુવેળા આજુબાજુના વાહનચાલકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

Latest Stories