ભરૂચ : ઝઘડીયાની કંપનીમાં નોકરીના ઇન્ટરવ્યુમાં બે "રોજગારો ઉમટી પડયાં, પોલીસ બોલાવવાની પડી ફરજ

લોર્ડઝ પ્લાઝા હોટલ ખાતે રખાયું હતું ઓપન ઇન્ટરવ્યુ, 500થી વધારે લોકો ભેગાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા.

New Update
ભરૂચ : ઝઘડીયાની કંપનીમાં નોકરીના ઇન્ટરવ્યુમાં બે "રોજગારો ઉમટી પડયાં, પોલીસ બોલાવવાની પડી ફરજ

રાજય સરકાર ભલે બેરોજગારોને નોકરી આપવાના દાવા કરી રહી છે પણ ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં 500થી વધારે બેરોજગારો ઉમટી પડયાં હતાં. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી લોર્ડઝ પ્લાઝા હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરાયું હતું.

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં વેકેન્સી પડતાં ભરૂચની લોર્ડઝ પ્લાઝા હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં. કંપનીમાં નોકરી મેળવવા માટે રાજયભરમાંથી બેરોજગાર યુવક અને યુવતીઓ ભરૂચ ખાતે આવી પહોંચ્યાં હતાં. 500 કરતાં વધારે લોકો ભેગા થઇ જતાં કોવીડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડી ગયાં હતાં. સરકાર ભલે રોજગારીના દાવા કરતી હોય પણ ભરૂચ જિલ્લાની કંપનીઓમાં યોજાતા ઓપન ઇન્ટરવ્યુમાં ઉમટી પડતી બેરોજગારોની ભીડ કઇક અલગ જ સ્થિતિ બયાન કરી રહી છે.

બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરી નાંખ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં ભલે કોરોનાના કેસ ઘટયાં હોય પણ કોરોનાનો ખતરો હજી ઓછો થયો નહિ હોવાથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. સમગ્ર ઘટનાક્રમ અંગે સામાજીક અગ્રણી અબ્દુલ કામઠીએ આ પ્રમાણે જણાવ્યું હતું.

Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.
Latest Stories