Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના જુના તોઠીદરાથી જુના તરસાલી સુધીનો માર્ગ બિસ્માર, 14 વર્ષથી રીપેરીંગ જ થયું નથી

2007ની સાલમાં બનાવવામાં આવ્યો હતો રસ્તો, રસ્તો બન્યાં પછી તેનું રીપેરીંગ જ કરાયું નથી.

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના તોઠીદરા અને જુની તરસાલી વચ્ચે 2007માં રસ્તો બન્યાં બાદ રીપેરીંગ જ કરાવવામાં નહિ આવતાં ગામલોકોમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા લોકોએ આગામી દિવસોમાં ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ઝઘડિયા તાલુકાના જુનાટોઠીદરા ગામેથી જુના તરસાલીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની જવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તો 2007માં બનાવવામાં આવ્યો હતો. રસ્તો બની ગયા પછી કોઇ અધિકારી કે પદાધિકારી રસ્તાને જોવા સુધ્ધા આવ્યો નથી. ખખડધજ બની ગયેલાં રસ્તાઓને કારણે ગામ લોકો ભારે હાલાકી વેઠી રહયાં છે.

રસ્તા પર ખાડાઓ પડી ગયાં હોવાથી વાહનોનું ગામમાં આવવું મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ પર કીચડ હોવાથી રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ટોઠીદરા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને ગ્રામજનોએ વારંવાર રજુઆતો કરવા છતાં રસ્તાનું રીપેરીંગ કરવામાં આવતું નથી. રસ્તાની હાલતથી કંટાળેલા લોકોએ હવે ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

Next Story