ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા સમાજના વૃદ્ધ વડીલો માટે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા સમાજના ભરૂચ શહેરના વડીલો માટેનો અનેરો કાર્યક્રમ “વડીલોના આનંદ મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલો તેઓના જૂના સાથીદારોને મળી સંસ્મરણોને વાગોળી વૃદ્ધાવસ્થાની પાનખરમાં વસંતના વૈભવની અનુભૂતિ કરે તેવા આશય સાથે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે વડીલોનો આનંદ મેળો આયોજિત કરાયો હતો. જેમાં 60 વર્ષથી 93 વર્ષના વડીલો સામેલ થયા હતા. આ આનંદસભર અનોખા કાર્યક્રમમાં વડીલોનું સન્માન કરવા સાથે ઉમીયા માતાજીની આરતી, યોગજ્ઞાન અને રમુજી મનગમતી રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદસભર અનોખા કાર્યક્રમમાં સંજય પટેલ અને તેમના સાથીદારો સહિત યુવા ટીમે સુંદર આયોજન કર્યું હતું.