/connect-gujarat/media/post_banners/fdf4575bfc5523b56610f4b4d921d5cd1acaae67b89af79aa460dfe34deaa333.webp)
ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 38 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે મેલડી પરિવાર અને માઁ મેલડી યુવક મંડળ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 38 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. નવ દંપતિઓને આશીર્વાદ પાઠવવા માઁ મેલડી મંદિરના મહંત ગોપાલ બાપુ, કરમાલી ગામના સરપંચ દીપક રબારી સહિત મોટી સંખ્યામાં કરમાલી ગામના ગ્રામજનો અને માઁ મેલડી પરિવારના સૌ પરિવારજનોએ ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવના આયોજનને સફળ બનાવ્યો હતો.