ભરૂચ શહેરના કસક ગરનાળાને પહોળું કરવાની કામગીરીને સ્થાનિક રહીશોએ અટકાવતાં હોબાળો ભારે મચી ગયો હતો.
ભરૂચ શહેરના હાર્દસમા કસક ગરનાળામાં વાહનોનું ભારણ ઓછું થયા બાદ તંત્રએ તેના વિસ્તૃતિકરણની કામગીરી હાથ ધરી છે. ભોલાવ ખાતે નવા બ્રિજના નિર્માણ બાદ પૂર્વ અને પશ્વિમ ભરૂચનો વાહન વ્યવહાર તેના પર ડાયવર્ટ થયો છે. હાલમાં કસક ગરનાળાને પહોળું કરવાની કામગીરી ચાલી રહી છે. અને તેના માટે ગરનાળાને 15 દિવસ માટે બંધ કરાયું છે.
ગરનાળાને પહોળું કરતી વેળા જૂનો રસ્તો બંધ થાય તેમ હોવાથી કસકના સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક રહીશોએ ગરનાળા ખાતે પહોચી ચાલી રહેલી કામગીરીને અટકાવી હતી.