Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સાંઇ શિંજીની એકેડમી દ્વારા નારાયણ વિદ્યાવિહાર ખાતે કથ્થક નૃત્ય-પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે સાંઇ શિંજીની એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ કલચરલ દ્વારા કથ્થક નૃત્ય અને પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન

X

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે સાંઇ શિંજીની એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ કલચરલ દ્વારા કથ્થક નૃત્ય અને પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

શિંજીની એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ કલચરલ દ્વારા ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે તા. 24થી 28 ઓગષ્ટ દરમ્યાન યોજાયેલ વર્કશોપમાં શાળાની વિદ્યાર્થિનીઓ માટે કથ્થક નૃત્ય અને વિદ્યાર્થીઓ માટે પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક વિભાગ, CBSE, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ચિત્રોના પ્રદર્શન, તો સાથે જ તા. 29ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરાશે. જે બાદ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે બિરજુ મહારાજના પુત્રી અનિતા કુલકર્ણી, પૌત્રી સંજીની કુલકર્ણી સાથે સંજીબ ગોગાઇજી, પ્રભાકર પાંડેજી, દિવ્યકાંત અને લલિતાજી ઉપસ્થિત રહ્યા હતા.

Next Story