ભરૂચ : રાષ્ટ્રધ્વજને સાથે રાખી શ્રદ્ધાળુઓએ પાવન સલીલા માઁ નર્મદાની ભવ્ય આરતી અને પૂજન-અર્ચન કર્યું...

New Update
ભરૂચ : રાષ્ટ્રધ્વજને સાથે રાખી શ્રદ્ધાળુઓએ પાવન સલીલા માઁ નર્મદાની ભવ્ય આરતી અને પૂજન-અર્ચન કર્યું...

ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે યોજાય વિશેષ આરતી

રાષ્ટ્રધ્વજને સાથે રાખી માઁ નર્મદાજીની આરતી યોજાય

હર ઘર તિરંગા અભિયાનને સફળતા મળે તેવી પ્રાર્થના

સમગ્ર દેશમાં વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા થકી એક સુંદર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 13થી 15મી ઓગષ્ટ દરમ્યાન હર ઘર તિરંગાથી ભારત દેશના દરેક ઘર તેમજ ઇમારતો પર તિરંગો લહેરાવી દેશ અને રાષ્ટ્રધ્વજનું સન્માન વધારવા આહ્વાન કરાયું છે,

ત્યારે સમગ્ર રાષ્ટ્રભાવનાનું જાગરણ થાય તે માટે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર ખાતે મંદિર સંચાલકો દ્વારા મંદિરના પટાંગણમાં ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંદિર પરિસરને રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવ્યું હતું. આ પર્વે રાષ્ટ્રધ્વજને સન્માનભેર સાથે રાખી માઁ નર્મદાનું પૂજન-અર્ચન અને ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનને ભવ્ય સફળતા પ્રાપ્ત થાય તેવી શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી હતી.

Latest Stories