/connect-gujarat/media/post_banners/779721116ca6a83d5dc7693f94a173988d91b4f8b6b9645a7727cd69c096d00c.jpg)
ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખની ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી
ભરૂચની શાંતિનિકેતન વિદ્યાલયમાં૧૯૯૪માં મદદનીશ શિક્ષક તરીકેના વ્યવસાયમાં જોડાયેલા અને સુરત જિલ્લાના કોસાડી ગામના વતની અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહીડાની તાજેતરમાં સર્વાનુમતે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતા સમગ્ર ભરૂચ જિલ્લાના હોદ્દેદારો,કારોબારી સભ્યો અને શિક્ષણ જગતમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ શિક્ષકના વ્યવસાય સાથે સામાજિક સેવાના કાર્યમાં પણ જોડાયેલા રહે છે. છે.