Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સિલાઈ-પાર્લરની તાલીમ લઈ આત્મનિર્ભર બનેલ તાલીમાર્થીઓને કીટ-પ્રમાણપત્રો એનાયત કરાયા...

જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, અને આ સંસ્થા થકી બાળકોના શિક્ષણ, મહિલા સશક્તીકરણ, પર્યાવરણ લક્ષી કાર્યો માટે કામ કરી રહી છે,

X

ભરૂચની સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે જરૂરિયાતમંદ બાળકોની ફી, તાલીમાર્થીઓને સિલાઈ મશીન, બ્યુટી કીટ અને પ્રમાણપત્રો એનાયત કરવા હેતુ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, અને આ સંસ્થા થકી બાળકોના શિક્ષણ, મહિલા સશક્તીકરણ, પર્યાવરણ લક્ષી કાર્યો માટે કામ કરી રહી છે, ત્યારે ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે સીવણ, બ્યુટી પાર્લરની તાલીમાર્થીઓને બ્યુટી કીટ, સિલાઈ મશીન અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જરૂરિયાતમંદ બાળકો કે, જેના માતા-પિતા ન હોય તેવા બાળકોની સ્કૂલની વાર્ષિક ફી, સાથે જ શૈક્ષણિક કીટ પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવાના પ્રયાસના ભાગરૂપે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નીતિન માને અને જિજ્ઞાસા ગોસ્વામી માને દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જ્યુબીલન્ટ કંપનીના પીઆર હેડ અલ્કેશ રાણા સહિત મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story