New Update
/connect-gujarat/media/post_banners/a5722f00124be32e303474254a0d1785cda8e476d832ccae36cf92965b43c518.jpg)
ભરૂચના જંબુસરના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના જંબુસરના કારેલી ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજા એ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
Latest Stories