Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દિવ્યાંગ બાળકોએ બનાવ્યાં દિવડાઓ, દિવડાઓ ખરીદી બાળકોને આપીએ રોજગારી

ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોએ ઉત્સાહભેર તૈયાર કરેલ દીવડાઓ સહિતની ચીજવસ્તુઓ ખરીદી

X

ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોએ ઉત્સાહભેર તૈયાર કરેલ દીવડાઓ સહિતની ચીજવસ્તુઓ ખરીદી લોકો તેવોને આર્થિક ઉપાર્જન માટે સક્ષમ કરવા સાથે તેમના જીવનમાં પ્રકાશ પ્રસરાવી રહ્યા છે.

કુદરતે જેમને અન્યાય કરી માનસિક દિવ્યાંગ તરીકે જન્મ આપ્યો છે તેવા બાળકો માટે ભરૂચની કલરવ સંસ્થા આશીર્વાદ રૂપ છે. અહીં બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન આપવા સાથે તેવો આર્થિક રીતે પણ પોતાની રીતે જીવી શકે તે માટે અહીં બાળકો ને ફાઈલ, બાજ પડીયા, અગરબત્તી, દિવાળીના રંગબેરંગી કોડિયા વિગેરે બનાવવાનું પણ શીખવાડવામાં આવે છે. પ્રકાશ પર્વ દીપાવલીના તહેવાર પૂર્વે અહીંના બાળકો આકર્ષક દિવડાઓ તૈયાર કરવામાં વ્યસ્ત હતા. આ દીવડાઓના વેચાણ કરી દરેક બાળકોને દિવાળીની ઉજવણી માટે ફટાકડા અને મીઠાઈની ભેટ આપવામાં આવશે તેથી બાળકો પણ અત્યંત રોમાચિત થઈ તેમના દીવડાઓના ખરીદવા આવતા લોકોની રાહ જુવે છે. કલરવ સંસ્થાના ટ્રસ્ટી નિલાબેન મોદી બાળકો માટે દિવાળી પર્વ ખુશીઓ લઈને આવતું હોવાનું જણાવી કેટલીયે ઉદ્યોગગૃહો અને સામાજિક સંસ્થાઓ તેમના બાળકોના દિવડાની ખરીદી માટે આગળ આવ્યા છે અને તેમના જીવનને કઈક પ્રકાશમય બનાવવા સહયોગ માટે આગળ આવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. સાથે જ માનસિક દિવ્યાંગ બાળકોના અંધકાર મય જીવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે તેમના દીવડાઓ ખરીદી કરી તેમને આનંદની અનુભૂતિ કરાવવા માટે અન્ય લોકો પણ આગળ આવે તે પણ જરૂરી છે.

Next Story
Share it