/connect-gujarat/media/post_banners/c56b61adde84412ecfd0a6185a6b9144c2e47cc283b66998717f75488d638225.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ નગરના રાયણ ફળિયામાં 108 હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું, ત્યારે સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસ ગવાતા લોકો ભક્તિમાં તરબોળ બન્યા હતા.
ભરૂચ જિલ્લાના આમોદ નગરના રાયણ ફળિયામાં મનુ પટેલની સ્વ. દીકરી હર્ષિકા પટેલના પુણ્યાર્થે ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. કષ્ભંજનદેવ હનુમાનજીની આરતી કર્યા બાદ આમોદના પંકજ પંચાલના સુમધુર કંઠે તેમના ગાયક કલાવૃંદ સાથે સંગીતના તાલે હનુમાન ચાલીસા ગાવામાં આવી હતી. સંગીતના તાલે હનુમાન ચાલીસા ગવાતા લોકો ભક્તિમાં તરબોળ બની ધન્ય બન્યા હતા. હનુમાન ચાલીસા પઠનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.