ભરૂચ : નંદેલાવ અને રહાડપોરમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુર્હુત...

ભરૂચ શહેરને અડીને આવેલા આસપાસના ગામોમાં પણ અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

New Update
ભરૂચ : નંદેલાવ અને રહાડપોરમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુર્હુત...

ભરૂચ શહેરના નંદેલાવ અને રહાડપોર ગામમાં રૂ. 57 લાખથી વધુના ખર્ચે બસ સ્ટેન્ડ, પેવર બ્લોક, પ્રોટેક્શન વોલ, કોમ્યુનિટી હોલ, વીજળીકરણ સહિતના વિકાસ કાર્યોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.

ભરૂચ શહેરને અડીને આવેલા આસપાસના ગામોમાં પણ અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. જેમાં નંદેલાવ ખાતે બસ સ્ટેન્ડ, પેવર બ્લોક, ગજાનંદ માર્ગ પર વીજળીકરણ, વિવિધ વિસ્તારોમાં રમત ગમતના સાધનો અને બાકડાનું લોકાર્પણ તેમજ ગામ તળાવની પ્રોટેક્શન વોલનું ખાતમુર્હુત, આ ઉપરાંત રહાડપોર ગામ ખાતે ગટરલાઇન, પેવર બ્લોક અને બોરવેલનું લોકાર્પણ તથા કોમ્યુનિટી હોલ, પંચાયત સંકુલ અને વોટર વર્ક્સ ફરતે કમ્પાઉન્ડ વોલનું ખાતમુર્હુત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories