Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભાતીગળ મેઘરાજાના મેળાની જામી રંગત, ધારાસભ્ય-પોલીસવડા સહિતના આગેવાનોએ કર્યા દર્શન...

X

ભાતીગળ મેઘરાજાના મેળામાં ઊમટ્યું માનવ મહેરામણ

ધારાસભ્ય, પોલીસવડા સહિતના આગેવાનોએ કર્યા દર્શન

ઘોઘારાવ મહારાજ-છડીના દર્શન કરી ધન્યતા અનુભવી

સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘ ઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની અનોખી પરંપરા છે. ભરૂચના ભોઇવાડ તથા વેજલપુર વિસ્તારમાં જાદવ સમાજ અને ખારવા સમાજ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોની પરંપરાગત રીતે છડી ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે ભોઈ સમાજના યુવાનો દ્વારા છડી ઝુલાવવામાં આવી હતી. છડી ઉત્સવ પાછળની કથા પર નજર કરીએ તો ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી દશમ 4 દિવસ સુધી સૃષ્ટિ પર આવે છે, અને આ દિવસોમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. છડીએ દેવી પુરુષનું પ્રતિક અને તેની માતા બાછળનું રૂપ છે.

છડીને ફરતે લાલ કસુંબો કે, રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે, અને ખેસ બાંધવામાં આવે છે. છડીને આઠમના દિવસે ઝૂલવવામાં આવે છે, જ્યારે વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢી અધ્ધર ઉચકીને ભોઈવાડથી ઘોળીકુઈ બજાર લઇ જવામાં આવશે અને ત્યાં રાત્રી વિશ્રામ કર્યા બાદ દશમના દિવસે પુનઃ ભોઈવાડમાં લાવી 2 છડીને ભેટાવી મેઘરાજાની સવારી કાઢવામાં આવે છે. જેના દર્શનાર્થે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, ભરૂચ એસપી મયુર ચાવડા સહિતના મહાનુભાવોએ ઘોઘારાવ મહારાજના દર્શન કરી છડી ઝૂલવાતા છડીદારોને નિહાળી છડીના દર્શનનો લ્હાવો લીધો હતો.

Next Story