ભરૂચ: વાગરા જુનેદ ગામની સીમમાંથી ગોડાઉનમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે શખ્સોને સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

New Update
ભરૂચ: વાગરા જુનેદ ગામની સીમમાંથી ગોડાઉનમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે શખ્સોને સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે સાયખા જીઆઇડીસીમાં જુનેદ ગામની સીમ નજીક ગોડાઉન રાખી ચોરીનું શંકાસ્પદ ભંગાર સંતાડી રાખેલ છે. બાતમીના આધારે તપાસ કરતાં ગોડાઉનમાં બે ઇસમો (1) નારાયણ રાજાજી માલી ઉંમર વર્ષ 29 રહે. મૂળ જોદાવાસ તાલુકો સીતાળવાના જીલ્લો ઝાલોર હાલ રહેઠાણ સાયખા સુરેશ રાજપુરોહિતની ભંગારની દુકાન પર તથા (2) વિકી ઉર્ફે વિશાલ રાજકુમાર પવાર ઉંમર વર્ષ 28 મૂળ રહે. ગીનદોલી પાઇપલાઇન ગામ તાલુકો થાણે જીલ્લો કાલર મહારાષ્ટ્ર હાલ રહેઠાણ સુરેશભાઈ રાજપુરોહિતની ભંગારની દુકાન પર તાલુકો વાગરા જીલ્લો ભરૂચ નાઓ હાજર મળી આવેલ તેઓને સાથે રાખી ગોડાઉન તપાસ કરતાં તેમાં લોખંડના સળિયા, ગેલવેનાઈઝ એન્ગલ પાઇપ, લોખંડના એન્ગલ, લોખંડની પ્લેટ, કોપર કેબલ વાયરના ગુંચળા તથા વાયર કોટિંગના ટુકડા વગેરે ભંગાર મળી આવેલ જે ભંગારનો આધાર પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા તેઓને ઝડપી કુલ મુદ્દામાલ કિં.રૂ. 93,200/- નો જપ્ત કરી વધુ કાર્યવાહી અર્થે વાગરા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથધરી છે..

Latest Stories