Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવા હેતુસર પોલીસ વિભાગ દ્વારા યોજાયો “લોક દરબાર”

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પોલીસ વિભાગ દ્વારા વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પોલીસ વિભાગ દ્વારા વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં વ્યાજખોરીને ડામવા માટે સરકારે પોલીસને છૂટો દોર આપ્યો છે, ત્યારે ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને છુટકારો આપવા માટે પોલીસે વ્યાજખોરો પર ધોસ બોલવાનું શરૂ કરી દીધું છે. વ્યાજને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બંદીથી મુક્ત કરવા માટે વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક તંગીના કારણે લોકો વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે, અને પછી તેઓ રીતસર વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ જતા હોય છે. એકંદરે વ્યાજખોરોના કારણે એક વ્યક્તિને નહીં, પરંતુ સમગ્ર પરિવારને પાયમાલ થવાનો વારો આવે છે, ત્યારે અનેક લોકો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, તો કેટલાક લોકોથી જીવ પણ ગુમાવે છે. જેથી લોકો જાગૃત રહે તે માટે ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ લોક દરબારમાં ભરૂચ ડીવાયએસપી આર.આર.સરવૈયા, અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમીત ચાવડા, સરકારી વકીલ નીલમ મિસ્ત્રી, બેંકના મેનેજર વલય શેઠ તેમજ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story