ભરૂચ તાલુકાના તવરા ગામે મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્રસિંહ શુક્લાએ પેજ પ્રમુખોની મુલાકાત કરી હતી અને લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરી હતી
આવનાર સમયમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી લોકસભા ચુનાવ જીતી શકે અને ગુજરાતની 26એ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય જેને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે શહેરે શહેરે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ દ્વારા આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સારો પ્રભાવ કઈ રીતે દેખાય જેને લઇ નાનામાં નાના કાર્યકરતાઓ સાથે પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો મુલાકાતો કરી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના તવરા ગામે આગેવાન શક્તિસિંહ પરમારના ઘરે મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્રસિંહ શુક્લાએ પેજ પ્રમુખો સાથે વાર્તાલાપ કર્યો હતો અને આવનાર દિવસોમાં લોકસભામાં પેજ પ્રમુખની જ સૌથી મોટી ભૂમિકા છે તેમ તેઓએ જણાવ્યું હતું