ભરૂચ : મહંમદપુરા APMC ચેરમેન વિનાની; ચૂંટણી યોજવા મુદ્દે ઘમાસાણ

ભરૂચ જિલ્લામાં મહમદપુરા એપીએમસીના ચેરમેન પદની ટર્મ પૂર્ણ થતાં આક્ષેપો સાથે વહેલી તકે ચૂંટણી કરવાની માંગ

New Update
ભરૂચ : મહંમદપુરા APMC ચેરમેન વિનાની; ચૂંટણી યોજવા મુદ્દે ઘમાસાણ

ભરૂચ જિલ્લામાં મહમદપુરા એપીએમસીના ચેરમેન પદની ટર્મ પૂર્ણ થતાં આક્ષેપો સાથે વહેલી તકે ચૂંટણી કરવાની માંગ અરવિંદસિંહ રણાએ કરી છે. જ્યારે અરવિંદસિંહ રણાના તમામ આક્ષેપોને ચેરમેન અરૂણસિંહ રણાએ ફગાવ્યા હતા.

ભરૂચ મહંમદપૂરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેનપદની ટમ પૂર્ણ થયાને 30 દિવસ થઈ ગયા હોવા છતાં પણ નવી ચૂંટણી માટે તંત્ર પાસે મૂહુર્ત ન નીકળતો હોવાના આક્ષેપ સાથે એનકેન પ્રકારે એપીએમસીની ચૂંટણી ન યોજાતી હોવાના આક્ષેપો થયા છે. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રણાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ચેરમેન પદની કામ પૂર્ણ થાય તે પહેલા નવી ચૂંટણી કરવાની હોય છે પરંતુ રજીસ્ટાર એનકેન પ્રકારે ચૂંટણીનો કરી રહ્યું હોવાના કારણે એપીએમસીમાં વેપારીઓને પડતી હાલાકીનો પ્રશ્ન હલ થતો નથી અને મહમદપુરા એપીએમસી છેલ્લા ૩૦ દિવસથી ચેરમેન વિનાની હોવાના આક્ષેપો કર્યા છે.

તો બીજી તરફ અરવિંદસિંહ રણાના તમામ આક્ષેપોને એપીએમસીના ચેરમેન અરૂણસિંહ રણાએ વખોડી કાઢયા હતા અને APMCના ચેરમેન પદની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થાય છે અને તેના નીતિ-નિયમ મુજબ આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે તેમ ચેરમેન અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું. આ ઉપરાંત એપીએમસીમાં ખોટો વિવાદ ઊભો કરવામાં આવતો હોવાનું પણ જણાયું હતું.

Latest Stories