ભરૂચ : મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરનો હાથફેરો, તમામ કરતૂત CCTVમાં કેદ..!

તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

New Update
ભરૂચ : મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરનો હાથફેરો, તમામ કરતૂત CCTVમાં કેદ..!

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરની દાનપેટીને તોડનાર તસ્કર CCTV કેમેરામાં કેદ થયો છે. હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચના બાયપાસ રોડ પર આવેલ સોસાયટીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર, ગત શનિવારે મધરાતે દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં એક તસ્કર ત્રાટકે છે. આ તસ્કર હાથમાં લોખંડની પાઇપ લઈ સોસાયટીના શિવ મંદિરમાં પ્રવેશ્યો હતો, જ્યાં મંદિરની દાનપેટીને તોડી તેમાં રહેલ રોકડ રકમ અને ચઢાવો ચોરી લીધો હતો. જોકે, તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો બીજી તરફ, સોસાયટીના રહીશોએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા અંગે તજવીજ હાથ ધરી છે.

Latest Stories