Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મણિપુર સહિત ગુજરાતમાં બનેલા શર્મનાક બનાવોના વિરોધમાં આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિનું તંત્રને આવેદન...

વિભિન્ન સમાજના લોકો સાથેના શર્મનાક બનાવનો વિરોધ, આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિના નેજા હેઠળ વિરોધ.

X

દેશમાં બહુજન સમાજ, આદિજાતિ જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતી સમાજના લોકો સાથે દિન-પ્રતિદિન બનતા શર્મનાક બનાવોના વિરોધમાં આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય સ્થળે વાલ્મિકી સમાજના લોકો પર થયેલ અત્યાચાર મુદ્દે વિરોધ વ્યક્ત કરી ભરૂચ જિલ્લા આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આ મામલે આરોપીઓને સખતમાં સખત સજા કરવાની માંગ સાથે પછાત વર્ગ સમાજ પર થતાં અત્યાચારોને અટકાવવા માટે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ દેશના મણીપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથે અમાનવીય વ્યવહારની ઘટના તદુપરાંત ગુજરાતના સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના 2 યુવાનોને એમની જમીનમાં ખેડતા અટકાવી તેમની નિર્મમ હત્યા કરવાનો મામલો, વધુમાં તાજેતરમાં જ અમદાવાદમાં અનુસૂચિત જાતિના સફાઈ કામદારો સાથે અમાનવીય કૃત્ય તેમજ શારીરિક માંગણીના પ્રતિકારમાં મહિલાને મોતને ઘાટ ઉતારવાના મામલે સહિત દલિત-આદિવાસી સમાજ પર થતા અવાર-નવાર અત્યાચારના વધતા બનાવો સામે આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.

જેમાં માનવતા વિરોધીઓ સામે સખત કાર્યવાહી હાથ ધરી રાષ્ટ્રધ્વહી ધારા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી સખતમાં સખત સજા ફટકારવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story