ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ સેવા-કેન્દ્રનો પ્રારંભ કરાયો

New Update
ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ સેવા-કેન્દ્રનો પ્રારંભ કરાયો

અબોલ જીવો અને પ્રાણીમાત્રની જીવદયા સેવામાં સદા અગ્રેસર અને કાર્યરત એવી ભરૂચ જિલ્લાની “મનમૈત્રી સેવા ફાઉન્ડેશન”દ્વારા ભરૂચ શહેરના સરકારી ઑફિસોથી ધમધમતા વિસ્તારમાં આવતા જિલ્લા ન્યાયાલય સામેના મલ્હાર કોમ્પલેક્ષ પાસેના સંસ્થાના કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના નાગરિકો અને રાહદારીઓની સેવાર્થે નિઃશુલ્ક મસાલા છાસ વિતરણ સેવા-કેન્દ્ર”નો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ કિન્નર સમાજના અગ્રણી દીપા માસી બા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.“મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના જયેશ પરીખે સંસ્થાની માહિતી આપવા સાથે આ નિઃશુલ્ક મસાલા છાસ વિતરણ સેવા-કેન્દ્ર સવારે 11.30 થી બપોરના 3.30 સુધી લોકો માટે વિના મૂલ્યે કાર્યરત રહેશે એમ જણાવ્યુ હતું