ભરૂય શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચના વર્ષ 2023-24 માટે માર્ગારેટ ગોલ્ડીંગ એવોર્ડીનો કાર્યક્રમ પી.ડી.સી. મિરા પંજવાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચ, જે મહિલાઓ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સેવા સંગઠન છે. જે દેશ-પ્રદેશ-જિલ્લાના છેવાડાના અંત્યોદય જરૂરીયાતમંદ લોકો માટે તેમની મૂળભૂત જરૂરીયાતની આપિર્તિ કરાવવા છેલ્લા 64 વર્ષથી કાર્યરત છે. ભરૂચ જિલ્લા અને નગરમાં આ સંસ્થા દ્વારા અનેક વિવિધ સ્થાઇ-અસ્થાન પ્રકલ્પો દ્વારા સેવાની સુવાસ ફેલાવવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા ચાલુ વર્ષે પણ પૂરગ્રસ્ત, અને અછતગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ્સ, ગ્રેન પેકેટ્સ, પ્રાથમિક જરૂરીયાત અંતર્ગત કિટ્સ વિતરણ કરવામાં આવી હતી. આ સાથે જ શૈક્ષણિક, તબિબિ પણ ઘણા સેમિનાર તેમજ કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે, ત્યારે ભરૂય શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચના વર્ષ 2023-24 માટે માર્ગારેટ ગોલ્ડીંગ એવોર્ડીનો કાર્યક્રમ પી.ડી.સી. મિરા પંજવાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચના ચેરમેન, કો-ચેરમેન સહિત મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.