ભરૂચ : તપોવન સંકુલ ખાતે "મારી માટી, મારો દેશ" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી....

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” તેમજ “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ : તપોવન સંકુલ ખાતે "મારી માટી, મારો દેશ" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી....

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” તેમજ “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલા આ દેશવ્યાપી અભિયાન અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના બળવત્તર બનાવવા માટે “મેરી માટી, મેરા દેશ" અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે ભરૂચના તપોવન સંકુલ ખાતે શાળાના આચાર્ય શ્રી દિવ્યેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતિ ઉર્વશીબેને કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી દીવા બનાવવામાં આવ્યા હતા. શાળામાં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત હાથમાં માટી લઈ, માટીમાંથી રાષ્ટ્રધ્વજ અને ભારતનો નકશો બનાવી તેની આજુ-બાજુ વિદ્યાર્થીઓ ઉભા રહી, શાળા પરિવારે પંચ પ્રણ સંકલ્પ લીધા હતા. ત્યાર બાદ બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી, વૃક્ષના જતન માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કેટલાક બાળકો દ્વારા આદિવાસી વેશભુષામાં રેલી યોજીને આ દિવસની ઉજવણી કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના બાળકો, બી.એડ.ના તાલીમાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને આ સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Latest Stories