Connect Gujarat
ભરૂચ

ભરૂચ: M.D. ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ,જુઓ ક્યાંથી લાવતા હતા નશીલો પદાર્થ

X

ભરૂચ પોલીસને મળી સફળતા

ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ

નિવૃત પોલીસકર્મીનો પુત્ર પણ ઝડપાયો

ભરૂચમાં એમ ડી ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે પોલીસ પુત્ર સહિત અન્ય એક આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના સલમાન મુસ્તાક પટેલ નામના ઈસમ પાસેથી પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ ૯૯ ગ્રામ જેની કિંમત ૯,૯૦,૦૦૦ ની થાય છે જેને રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડી જથ્થો મંગાવનાર ઈસમ ઇમરાન શોકત ખીલજી નામના નિવૃત મહુર્મ પોલીસ કર્મીના પુત્રને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈઓ ફોન સહિત કુલ ૧૦,૧૦,૦૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા બંને આરોપીઓ સલમાન અને ઇમરાન ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકના ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વધુ એકવાર ડ્રગ્સ મામલે પોલીસે તેઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. પોલીસ પકડમાં આવેલ બંને ઈસમો ભરૂચના રહેવાસી છે જેમાં સલમાન મુસ્તાક પટેલ ભરૂચ શહેરની નેશનલ પાર્ક સોસાયટીનો તેમજ ઇમરાન શોકત ખીલજી ભરૂચના કાળીતલાવડી વિસ્તારમાં આવેલ વસિલા સોસાયટીનોમાં વસવાટ કરે છે જેઓ બંને ઈસમોને પોલીસ ડ્રગ્સમાં જથ્થા સાથે ઝડપી પાડયા છે.

Next Story