/connect-gujarat/media/post_banners/b777afbbf2ca39c55d023d45793660778a14bc487cb7041978e9f15bf9577ede.webp)
વાગરા વિધાનસભા ક્ષેત્રના પાલેજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાતા સેવા પખવાડિયા અંતર્ગત મીઠા પાણીની યોજનાનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ગામની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે અને અંદાજીત ૨૨,૦૦૦ જેટલી માનવવસ્તીને પીવાનું મીઠું પાણી ઘેર ઘેર મળશે તથા નવરાત્રી ઉત્સવના સંદર્ભમાં ગામની કુંવારીકાઓને ચણીયાચોળી અને મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સભ્ય મલંગખા પઠાણ, સરપંચ રમણ વસાવા, ડેપ્યુટી સરપંચ શબ્બીર પઠાણ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા