ભરૂચ: આમોદના નવ ગામોને ધારાસભ્યના હસ્તે પાણીના ટેન્કરનું વિતરણ કરાયું

૨૦-૨૧ની ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૬.૫૭ લાખના પાણીના નવ ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું

New Update
ભરૂચ: આમોદના નવ ગામોને ધારાસભ્યના હસ્તે પાણીના ટેન્કરનું વિતરણ કરાયું

ભરૂચના આમોદ તાલુકાના નવ ગામોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પીવાના પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું આમોદ તાલુકા પંચાયત ખાતે આજ રોજ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે તાલુકા પંચાયત આમોદની વર્ષ ૨૦-૨૧ની ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૬.૫૭ લાખના પાણીના નવ ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે જે ગામમાં પીવાના મીઠા પાણી માટેના ટેન્કર આપવામાં આવ્યા છે ત્યાં પાણીનો પ્રશ્ન હલ થશે અને આવનાર દિવસોમાં પણ દરેક ગામને ટેન્કર આપવામાં આવશે.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો