ભરૂચમાં મુસ્લિમ બિરદારોના પર્વ મહોરમ નિમિત્તે તાજીયા ઝુલુસના રૂટ ઉપર ગંદકી અને મસમોટા ખાડાના પગલે રોડ ભયાનક પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે, ત્યારે મુસ્લિમ બિરાદરના પર્વ પૂર્વે નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
મુસ્લિમ બિરદારોના પર્વ મહોરમ નિમિત્તે તાજીયા ઝુલુસનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આગામી તારીખ 29 જુલાઇના રોજ ભરૂચ શહેરમાં મહોરમ નિમિત્તે આ તાજીયા ઝુલુસ મુસ્લિમ સોસાયટીથી થઈ મહમદપુરા થઈ ફાટા તળાવ થઈ ચાર રસ્તા સુધી પહોંચતું હોય છે. પરંતુ હાલ જે રૂટ પરથી તાજીયા ઝુલુસ નિકલનાર છે, ત્યા રોડ-રસ્તાની અતિ બિસ્માર હાલત જોવા મળી રહી છે.
ઠેર ઠેર ગંદકી અને મસમોટા ખાડાના પગલે રોડ ભયાનક પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે, ત્યારે મુસ્લિમ બિરાદરના પર્વ પૂર્વે નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાલિકા કચેરીમાં કચરો ઠાલવવા અંગે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.