ભરૂચ: ગુજરાત પોલીસના જાસૂસી કાંડ મામલામાં વધુ થયા ખુલાસા, વાંચો શું છે વિગત

ગુજરાત પોલીસની બુટલેગરોના બાતમીદાર બની દોઢ વર્ષથી જાસૂસી કરતા ભરૂચ LCB ના બન્ને કોન્સ્ટેબલ સામે ગત બુધવારે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ હતી.

New Update
ભરૂચ: ગુજરાત પોલીસના જાસૂસી કાંડ મામલામાં વધુ થયા ખુલાસા, વાંચો શું છે વિગત

ગુજરાત પોલીસની બુટલેગરોના બાતમીદાર બની દોઢ વર્ષથી જાસૂસી કરતા ભરૂચ LCB ના બન્ને કોન્સ્ટેબલ સામે ગત બુધવારે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ હતી. આજે મંગળવારે બન્ને આરોપી પોલીસ કર્મીઓના 5 દિવસના રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. રીમાન્ડ દરમિયાન તપાસમાં બન્ને કોન્સ્ટેબલો પાસેથી કોઈ મહત્વની વિગતો કે હકીકતો બહાર આવી નથી.

Advertisment

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા મયુર ખુમાણ અને અશોક સોલંકી કુખ્યાત બુટલેગરો નયન ઉર્ફે બોબડો તેમજ પરેશ ઉર્ફે ચકા માટે પોલીસની ફરજ કોરાણે મૂકી બુટલેગરોના બાતમીદાર બની ગયા હતા.SMC ના 15 અધિકારીઓના 600 વખત અને ભરૂચ પોલીસના 90 વખત મોબાઈલ લોકેશન બુટલેગરોને વેચી પોલીસના જ દરોડા નાકામ કરાવ્યા હતા. પોલીસની જાસૂસી કરતા બન્ને કોન્સ્ટેબલને ગત જાન્યુઆરી મહિનામાં જ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે બંને કોન્સ્ટેબલોની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને સોંપી હતી. અઢાર દિવસની તપાસ બાદ અધિકારીએ રિપોર્ટ SP ને સોંપતા ગત બુધવારે SOG પીઆઇ આંનદ ચૌધરીએ ફરિયાદી બની બી ડિવિઝન પોલીસ મથકે બન્ને કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરાવતા જ તેમને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા હતા.

આગળની તપાસ કરી રહેલા DYSP સી.કે.પટેલે ગત ગુરૂવારે જ બન્ને ગુનેગાર પોલીસ કર્મીઓ અશોક સોલંકી અને મયુર ખુમાણને તપાસ અર્થે 7 દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્ને કોન્સ્ટેબલના 5 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.આજે મંગળવારે બન્ને પોલીસ આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસ અધિકારી દ્વારા બન્ને કોન્સ્ટેબલના વધુ તપાસ માટે ફરધર રીમાન્ડની માંગણી કરવામાં આવનાર નથી. જેથી બન્ને કોન્સ્ટેબલને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલી અપાશે.રીમાન્ડ દરમિયાન મયુર અને અશોકે ભરૂચ તેમજ વતનમાં કોઈ વાહનો કે સંપત્તિ વસાવી છે કે નહિ તેની તપાસ કરાઈ હતી. જોકે તેઓ તેમના સગા, સંબંધીના નામે મિલકત કે વાહન અંગેની તપાસમાં હાલ સુધી નોંધપાત્ર કઈ પણ સામે આવ્યું નથી. મયુરે ભરૂચ મહર્ષિ બંગલોઝમાં એક મકાન બુક કરાવ્યું છે, જોકે તે નજીવી ટોકન આપી કર્યું છે. આશોક સોલંકીની ડાયરીમાં 8 જેટલા બુટલેગરો અને 11 પોલીસ અધુકારીઓના કોન્ટેક્ટ નંબર સામે આવ્યા છે. જેને પોલીસના મોબાઈલ તપાસ માટે મોકલવા સાથે તેના ઉપર વધુ તપાસ થઈ રહી છે.

Advertisment