/connect-gujarat/media/post_banners/50a6eb9ac9ba9a8cd390ff13d8e1c888d0b19ea171180515787f88e5e5f3cf16.jpg)
ભરૂચ શહેર કોંગ્રેસમાંથી આજરોજ વધુ હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખના હોદ્દેદારોએ રાજીનામાં આપતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસના શહેર પ્રમુખ વિકી શોખી સહિત હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા હતા ત્યારે આજરોજ ફરી એક વખત કોંગ્રેસ પક્ષમાંથી બે શહેર મહામંત્રી, એક મંત્રી,ત્રણ વોર્ડ પ્રમુખ અને નગરપાલિકામાં ચૂંટણી લડી ચૂકેલા સાત ઉમેદવારો સહિત 25 થી 30 કોંગી કાર્યકરોએ પોતાના હોદ્દા પરથી અને કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે રાજીનામુ આપનાર હોદ્દેદારોએ કોંગ્રેસની નેતાગીરી પર રોષ ઠાલવ્યો હતો